અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર સાંઈ સુમન રેસીડેન્સીમાં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ સાંઈ સુમન રેસીડેન્સીમાં રહેતા અને મૂળ બિહારના કિશુન મંડલની 26 વર્ષીય પત્ની મુન્દ્રીકાકુમારીએ પોતાના મકાનના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર છત ના પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં તેમના પતિ કિશુન મંડલ દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા શહેર એ ડિવિઝન પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે લગ્નના માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાને કારણે પોલીસે પેનલ પી.એમ કરાવ્યું હતું. તેમજ આપઘાતનું કારણ જાણવા મૃતકના પતિ અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application