Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવતીના સોશ્યલ મીડિયા પર ફોટો અને વીડિયો અપલોડ કરતા પ્રેમી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપી

  • June 26, 2023 

નેત્રંગની યુવતી અન્ય સાથે વાતચીત કરતી હોવાના વ્હેમે પ્રેમીએ સોશ્યલ મીડિયા પર યુવતીનાં સ્નાન કરતા ફોટો-વીડિયો અપલોડ કરી વાયરલ કરી નાખ્યા હતા. જે મામલે ગુનો દાખલ કરાયો છે. મળતી માહિતી મુજબ, નેત્રંગની યુવતીને ફળિયામાં જ રેહતા યુવક સાથે પાંચ વર્ષ પેહલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે એક વર્ષમાં જ ઘરમાં આ પ્રેમ પ્રકરણની ખબર પડી ગઈ હતી. જેથી માતા-પિતાએ યુવતીને સુરત કાકાનાં ઘરે મોકલી આપી હતી. જ્યાં તે સુરતનાં તબીબનાં ઘરે કામ કરતી હતી. કોરોના મહામારીમાં યુવતીએ સ્માર્ટફોન ખરીદતા તેના પરથી યુવકના સંપર્કમાં આવી ફરી વાતચીત કરી હતી.



ત્યારબાદ બંને ફોન પર વાત કરવા સાથે વીડિયો કોલ કરતા હતા. તેમજ યુવતી સ્નાન કરવા જતી ત્યારે પણ પ્રેમીને વીડિયો કોલ કરતી. પ્રેમી પાસે યુવતીનાં ઇન્ટ્રાગ્રામ અને ફેસબુકનાં ID પાસવર્ડ પણ હતા. દરમિયાન યુવકને યુવતી અન્ય સાથે વાતચીત કરતી હોવાનો વહેમ જતા સુરત બે વખત યુવતીનાં કાકાના ઘરે પહોંચી ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતીએ યુવકનો ફોન ઉઠાવવાનો જ બંધ કરી દેતા. રોષે ભરાયેલ પ્રેમીએ ગત તારીખ 20 જૂને યુવતીના ઇન્ટ્રા અને ફેસબુક એકાઉન્ટ સાથે પોતાના સોશ્યલ મીડિયા પર પણ યુવતીના સ્નાન કરતા અને કપડાં ઉતારતા વીડિયો ફોટા અપલોડ કરી વાયરલ કરી દીધા હતા. જેથી યુવતીએ નેત્રંગ આવી તારીખ 24 જૂને માતા-પિતા સાથે પોલીસ મથકે જઈ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application