ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં વણાંકપોર ગામની સીમમાં શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં આગ લાગતાં દોડધામ મચી હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેડૂતોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થોડાક જ સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટનાં લીધે આગ લાગી હતી. આ ઘટનામાં ઓપરેટરનો આબાદ બચાવ થયો હતો. તેમજ કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની વિગત એવી છે કે, આજરોજ સવારનાં અરસામાં ઝઘડિયાનાં વણાંકપોર ગામની સીમમાં હાર્ડવેસ્ટર મશીન વડે શેરડી કટિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન અચાનક મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાર્ડવેસ્ટર મશીનનો ઓપરેટર સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આગને પગલે ખેડૂતોએ ઝઘડિયા GIDC ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યાં હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં મશીન બળીને ખાખ થઇ ગયું હતું. શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application