અંકલેશ્વરનાં પીરામણ ગામ નજીકથી પસાર થતી આમલાખાડી નજીક કચરાનાં ઢગલાઓ જામી ગયાં છે. જ્યાં આખા શહેરનો કચરો અહીં નાખી દેવામાં આવતો હોવાથી આમલાખ ખાડીનો કિનારો ડમ્પીંગ સાઇટ જેવો બની ગયો છે. જોકે ગતરોજ કચરાનાં ઢગલામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. બનાવને વિગત એવી છે કે, અંકલેશ્વર શહેરને અડીને આવેલ પીરામણ ગામ નજીક આમલાખા ડીનજીક કચરા માંઆગ ભભૂકી હતી.
જોકે જોત જોતામાં માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આગ આજુબાજુમાં ફેલાવા લાગી હતી. જયારે આગ ઝડપથી ફેલાઈ જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટના અંગે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવામાંના પ્રયત્નો શરૂ કરી ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. જયારે આગના પગલે એકત્ર થયેલ કચરો તથા કેટલા ઝાડ પણ આગની લપેટમાં આવતા ખાખ થઇ જવા પામ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application