Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : બાઈક ઓવર ટેક કરી મશ્કરી કરી અજાણ્યા ત્રણ ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

  • February 15, 2023 

ભરૂચનાં ભૃગુ ઋષિ બ્રીજ ઉતરતા સોનતલાવડી નાકા પાસે બાઈક સવારોને ઓવર ટેક કરી મશ્કરી કરી અજાણ્યા ત્રણ ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, ભરૂચનાં બહારની ઊંડાઈ ખાતે રહેતા સાહિલ ઈમ્તિયાઝ શેખ તેના મિત્ર અબ્દુલ વાહીદ આશીફ પઠાણ તેમજ મુશીફ હનીફ શેખ તેમજ ઝુબેર સહીત પાંચ મિત્રો કોલેજ રોડ ઉપર આવેલ વિનય કોમ્પ્લેક્ષની બાજુમાં ઈંડાની લારી ઉપર નાસ્તો કરવા ગયા હતા જેઓ ત્રણ બાઈકો ઉપર બે-બે જણા સવાર થઇ પરત ઘરે આવી રહ્યા હતા.





તે દરમિયાન ભૃગુ ઋષિ બ્રીજ ઉતરતા સોનતલાવડી નાકા પાસે ઝુબેર અને મારુક તેની બાઈક ઉપર હતા તે સમયે પાછળથી ધસી આવેલ પેશન બાઈક સવારોએ ઓવર ટેક કરી મશ્કરી કરી બાઈક સવારોને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ત્રણ ઈસમોએ ઘરે જઈ રહેલ પાંચેયને ધીક્કા પાટું અને લાકડીના સપાટા વડે માર માર્યો હતો. જોકે મારામારી અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News