ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં કન્સ્ટ્રક્શન સ્થળે આવેલી કંપનીની ઓફિસમાં એક ટીમ લીડરે ત્યાં જ કામ કરતી એક મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ઉપરાંત તેની સાથ બળજબરી કરવાની કોશિષ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અંક્લેશ્વર ખાતે રહેતી યુવતી ભરૂચનાં કુકરવાડા રોડ પાસે ચાલી રહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સીઇજી કંપનીમાં કન્સ્ટ્રક્શન ડોક્યુમેન્ટ કન્ટ્રોલર વિભાગમાં ફરજ બજાવે છે. તેમની ઓફિસમાં ટીમ લીડર તરીકે મુળ મહારાષ્ટ્રના પેણ ગામનો વતની દર્શન ચંદ્રશેખર શિંદે કામ કરતો હતો.
જોકે દર્શકે તેમને ગત વર્ષે માર્ચ મહિનામાં તેની સાથે લગ્ન કરવા માટેનું પ્રપોઝ કર્યું હતું અને તેણે તેનો અસ્વિકાર કર્યો હોવા છતાં તે તેને સતત હેરાન કરતો હતો તેમજ અવાર નવાર પોતાની જાતે તેના શરીર બ્લેડ, કાચથી ઘા કરી જો તેની સાથે લગ્ન નહીં કરે તો તે મરી જવાની વાત કરતો હતો. તે દરમિયાન એક દિવસ સ્ટોરરૂમ હતી ત્યારે પણ બળજબરી કરી હતી. અવાર નવાર તેને સ્પર્શ કરતો હતો. જેથી તેણ કંપનીમાં જાણ કરતાં મામલામાં કંપનીએ આંતરીક તપાસ કરી તેનો રિપોર્ટ તૈયાર કરી તેને આપતાં આખરે તેના આધારે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application