ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામે રહેતી સુરમી વસાવાની વાસણા ગામે વડિલો પાર્જિત મિલકત આવેલી છે. તેણે બે ત્રણ વર્ષ સુધી આ જમીન ખેડેલ હતી. પરંતું વર્ષ-2014ના જુન મહિનામાં અન્ય ઇસમો રુપસિંગ વસાવા, સંદીપ વસાવા (બંને રહે.વાસણા ગામ) તેમજ મોરણના મનુ વસાવાએ સદર ખેતીની જમીનનો ગેરકાયદેસર કબ્જો લઇને જમીન વાવેતર કરવા ખેડી નાંખી હતી. વર્ષ-2014થી તેમણે આ જમીન પચાવી પાડી તેમાં ખેતી કરી રહયાં છે.
જમીન પરત મેળવવા સુરમી વસાવાએ ઝઘડિયા નાયબ કલેક્ટરને ઓનલાઇન અરજી કરી હતી. આ કેસ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ ચાલવા પર આવ્યો હતો. જેમાં કલેકટરે જમીન પચાવી પાડનારા ત્રણેય ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો હતો. કલેકટરનાં આદેશ બાદ ત્રણેય ઇસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ તપાસ જી.આઇ.ડી.સી. પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application