ભરૂચનાં દહેજ તાલુકનાં વડદલા ગામમાં ડીગ્રી વિના દવાખાનું ખોલી મેડીકલ પ્રેક્ટીસ કરી રહેલા બોગસ ડોકટરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે સ્થળ પરથી સાત હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેજનાં વડદલા ગામમાં ભાડાની દુકાનમાં ડીગ્રી વિના દવાખાનું ખોલી એક ઇસમ મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી મેડીકલ સાધનો અને દવાઓ સહીતના સાધનો મળી કુલ સાત હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળ અને હાલ દહેજના વડદલા ગામમાં રહેતો રોબીન સપન પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application