ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલ અયોધ્યા નગર ખાતે મુળ ઓડિસ્સાના બાલેશ્વરનો વતની લક્ષ્મણ ગ્યાનબહાદુર થાપા ભાડેથી રહેતો હતો. તેમના મકાન માલિકને પાણીની ટાંકીમાંથી પાણી ન આવતું હોઇ તે ચેક કરવા જવા માટે તેના રૂમમાંથી જવાનું હોઇ દરવાજો ખખડાવા છતાં તેણે દરવાજો નહીં ખોલતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવી દરવાજો ખોલાવતાં લક્ષ્મણ ઘરમાં છતના હુકમાં દોરડાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેણે કયાં કારણસર આપઘાત કર્યો તેનું કારણ શોધવાની કામગીરી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application