વડોદરાના સારિંગ ગામનો યુવક તેના ભાઇની બાઇક લઇને ભરૂચનાં કેલોદ ગામના મંદિરે દર્શન માટે ગયો હતો. તે સમયે અડોલ-વરેડીયા ગામ વચ્ચેના વળાંક પર બાઈકનાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઇક વીજ થાંભલામાં ભટકાતાં યુવકનું ગંભીર ઇજાને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડોદરાના કરજણ તાલુકામાં આવેલાં સારીંગ ગામે રહેતાં રાજેશ ત્રિભોવન વસાવા તેમના ઘરે હતાં. તે સમયે તેમનો નાનો ભાઇ બાબુએ તેને કેલોદ ગામે આવેલાં મંદિરે દર્શન કરવા જવાનું હોઇ તેની પાસેથી બાઇક લઇ કેલોદ ગામે ગયો હતો જયારે સાંજના સમયે તેમના પર ફોન આવ્યો હતો કે, અડોલ-વરેડિયા ગામના વળાંક પાસે તેમના ભાઇનો અકસ્માત થયો હતો.
જેના પગલે તેમણે સ્થળ પર પહોંચી જોતાં તેમના ભાઇ બાબુ બાઇક પર ઘર તરફ આવતાં હતાં. તે સમયે વળાંક પર કોઇ કારણસર તેમનું સ્ટેરીંગ પરનું કાબુ ન રહેતાં તેઓ રોડની સાઇડમાં આવેલાં લોખંડના વીજ થાંભલામાં ભટકાઇ ગયો હતો જયારે અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે સ્થળ પર દોડી આવી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બનાવ અંગે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500