અંકલેશ્વરનાં મહાવીર ટર્નીંગ પાસે આવેલા સીગ્નેચર હાઈટ્સ બિલ્ડીંગનાં પહેલા માળેથી એક 30 વર્ષીય કામદાર નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો. જેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં મહાવીર ટર્નીંગ પાસે સીગ્નેચર હાઈટ્સ બિલ્ડીંગ આકાર લઈ રહી છે. જેથી આ બિલ્ડીંગમાં અનેક મજૂરો કામ કરી રહ્યા છે. ત્યારે મૂળ બિહારનો 30 વર્ષીય યુવાન બ્રિજેશ રામાનંદ ચૌહાણ મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક પહેલા માળેથી નીચે બેઝમેન્ટમાં પટકાતા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જોકે બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બ્રિજેશનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500