અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ રાધા કૃષ્ણ હોટલનાં પાર્કિંગ માંથી ટ્રેલર બહાર કાઢતા હતા તે સમય દરમિયાન તેમની સાથેનો ઈસમ ટ્રેલરમાં ચઢવા જતા તેમનો પગ સ્પેરવ્હિલ પરથી લપસી જતા નીચે પટકાતા ટ્રેલરનું ટાયર તેની કમરથી માથાના ભાગે ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રહેમતખાન અલ્તાફ મુજદ ખાન અને તેના મિત્ર તરસાલી રોડ પર ચાય પીતા હતા. તે સમયે કંપની સુપર વાઈઝરનો કોલ આવ્યો હતો કે, ગોસ્વામી ટ્રાન્સપોર્ટની ટ્રેલર જેમાં ટેન્ક ભરીને વલસાડની કંપનીમાં ઉતારવા જવાનું છે અને હાલ આ ટ્રેલર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-48 પર આવેલી રાધા કૃષ્ણ હોટલમાં પાર્કિંગમાં પડેલું છે.
જેથી રહેમત ખાન તેના બે મિત્રો સાથે અંકલેશ્વર હોટલ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રીના દોઢ વાગ્યાના અરસા તેઓ ટ્રેલર લઈને વલસાડ ખાલી કરવા નીકળ્યા હતા. આ સમયે બાબુલાલ બંસીરામ મીણા ટ્રેલરને હોટલની બહાર કાઢતો હતો. ત્યારે રહેમતખાન અલ્તાફ મુજદ ખાન ટ્રેલર ઉપર ચઢવા જતા સ્પેરવ્હીલ પરથી તેનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો.
પરંતુ બે ધ્યાન ટ્રેલરના ચાલકે પોતાની ગાડીને હંકારી મુક્તા ટ્રેલર રહેમતના કમર અને માથા સુધીના ભાગ ઉપર ફરી વળ્યું હતું. જેમાં રહેમત ખાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવીને મૃતકનાં મૃતદેહને PM અર્થે મોકલી આપીને રહેમત ખાનનાં મિત્ર રાજુ આબદાર ગાજીનાં નામની ટ્રેલર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500