અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઉપર ઇકો કારમાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે ઇકો કાર માંથી હથોડી, પાઇપ, એક ગિલોલ, સળિયા અને પાના સાથે 5 નંગ મોબાઈલ અને કાર સહીત રૂપિયા 3.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે સમય દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઉપર ઇકો કારમાં બે શખ્સો શંકાસ્પદ હાલત ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા મહિતી વાળી ઇકો કાર નંબર GJ/05/RA/0398 મળી આવી હતી. જેમાં બે ઈસમો શંકાસ્પદ હાલત મળી આવતી તેમના નામ પૂછતા સુરતનાં પુણા ગામનાં યોગેશ રામસજીવન જયસ્વાલ અને રવિ મહેશ જીલેકર હોવાનું જણાવ્યું હતું.
આમ, પોલીસે કારમાં સવાર બંનેની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી બંનેની અંગજડતી કરતા 5 નંગ મોબાઈલ મળી આવ્યા હતા જયારે વધુ તપાસ કરતા એક હથોડી, એક ગિલોલ, પાઇપ, લોખંડનો સળીયો અને એક પાનું મળી આવ્યું હતું. વધુમાં પોલીસે 3 લાખની ઇકો કાર મળી રૂપિયા 3.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500