Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંપનીમાં બ્લાસ્ટ થતાં બે કામદારોને ઇજા, બંને કામદારોને સારવાર અર્થે ખસેડાયા

  • November 23, 2022 

અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં બે કામદારોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંકલેશ્વર GIDC પોલીસે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં આજરોજ રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતાં કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ બ્લાસ્ટમાં સ્થળ પર કામ કરી રહેલા બે કામદારોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતનાં અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યારે GIDC પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application