Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે કારમાંથી દારૂ તથા બિયરની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા

  • July 01, 2022 

નેત્રંગ નજીક આવેલી આટખોલ ચોકડી પાસેથી પોલીસે રૂપિયા 12.45 લાખના દારૂ સાથે બે આરોપીઓ ઝડપાતા કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ખેતરમાં આરોપીઓ દારૂનું કટિંગ કરી રહયાં હતાં તે સમયે પોલીસે રેડ કરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેત્રંગ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, આટખોલ ચોકડીથી પંજાબ નગરી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કલ્પેશ પટેલના ખેતરમાં આવેલ આંબાવાડીમાં ભાગમાં અંદરની સાઇડે કંબોડીયાનો રાહુલ ઉર્ફે કાળીયો માલી તથા મુકેશ માલી તથા રાહુલ વસાવાનો દારુનો જથ્થો ઉતર્યો છે અને તેનું કટિંગ ચાલી રહયું છે.




જોકે પોલીસે રેડ કરતા આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને પોલીસે સ્થળ પરથી રતીલાલ વસાવા અન મહેશ વસાવાને ઝડપી પાડયાં હતાં, જયારે બીજા આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો તેમજ બે કારમાં દારૂનો જથ્થો ભરેલ હાલતમાં મળી આવ્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી બે મોટરસાયકલ પણ કબ્જે કરી હતી.






જયારે ​​​સ્થળ ઉપરથી ​​​​પોલીસે દારૂ તથા બિયર મળી કુલ 10,200 બોટલ મળી આવી હતી જેની કીમંત રૂપિયા 12.45 લાખ તથા વાહનો મળી કુલ રૂપિયા 22.29 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ફરાર થઇ ગયેલાં 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application