Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : મંદિરેથી પરત ફરતી મહિલાનાં ગળામાંથી સોનાની ચેઈન આંચકી બે અજાણ્યા બાઈક સવાર ફરાર

  • November 28, 2022 

અંકલેશ્વરનાં જુના દિવી નવીનાગરી વિસ્તારમાં બે બાઈક સવારોએ મંદિરેથી પરત ફરતી મહિલાને નિશાનો બનાવી અને મહિલાના ગાળામાં પહેરેલી અંદાજીત એક તોલાની સોનાની ચેન તોડીને ચોરો ફરાર થઇ ગયા હતાં. બનાવ અંગે મહિલાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા બાઈક સવારો વિરૂદ્ધ ચેન સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં જુના દિવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં સુમિત્રા રમેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. જોકે તેઓ રોજ નિત્યક્રમ મુજબ સાંજના તેમના મકાન નજીક આવેલી જોગણી માતાની ડેરીમાં દિવાબત્તી કરવા જાય છે. જેથી ગતરોજ સાંજનાં સુમિત્રાબેન 6 વાગ્યાના સુમારે જોગણી માતાની ડેરીએ દિવાબત્તી કરવા ગયા હતાં.




તે  સમયે બે અજાણ્યા બાઈક સવાર ઈસમો પૈકી એક ઇસમે તેઓની પાસે આવીને પૂછ્યું હતું કે, આ કોનું મંદિર છે જેથી સુમિત્રાબેને આ જોગણી માતાની ડેરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તકની રાહ જોઇને ઊભેલ એક ઇસમે સુમિત્રાબેને ગાળામાં પહેરેલી અંદાજીત એક તોલાની સોનાની ચેન પાછળથી તોડીને બાઈક પર બેસીને ફરાર થઇ ગયો હતો. જયારે સુમિત્રાબેને બૂમાબૂમ કરી હતી અને આસપાસનાં લોકો દોડી આવ્યા હતાં. પરંતુ ત્યાં સુધી બંને ઇસમો બાઈક પર બેસી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે સુમિત્રાબેન પટેલએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં તેમની સોનાની ચેન કિંમત રૂપિયા 49,700/-ની ખેંચીને ભાગી જનાર બે અજાણ્યા બાઈક સવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application