Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : કારનો કાચ તોડી રોકડ રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરનાર અમદાવાદનાં બે ઇસમો ઝડપાયા

  • August 30, 2022 

અંકલેશ્વર શહેરમાં કારનાં કાચ તોડીને રોકડા રૂપિયા ભરેલી બેગોની ઉઠાંતરી કરતી અમદાવાદના છરા ગેંગના બે ઇસમોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે તેમની પાસેથી રૂપિયા 2 લાખ અને ગુનામાં વપરાયેલી બાઈક મળીને કુલ રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને અન્ય બે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરનાં GIDCમાં આવેલા ખુશ હાઇટ્સનાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખની ઉઠાંતરી થઈ હતી. જ્યારે બીજા બનાવમાં મહાવીર ટર્નિંગ પાસે ત્રણ અજાણ્યા ઇસમો મોટરસાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા.




તે દરમિયાન અજાણ્યા ઇસમોએ કારનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 ભરેલી બેગની ઉઠાંતરી કરી નાશી ગયા હતાં. જેથી એસ.પી.ની સુચનાથી ભરૂચ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શહેરનાં CCTVનાં ફૂટેજ સહિત ઝીણવટ ભરી તપાસ હાથ ધરી જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી (છારા) તેમજ નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર (બંને રહે.છારાનગર કુબેરનગર, અમદાવાદ) નામના બે આરોપીની ધરપકડ કરી હતી.




ભરૂચનાં એલ.સી.બી.એ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં ચિલઝડપનાં આરોપીઓ અમદાવાદનાં છારા ગેંગનાં હોવાનું માલુમ પડ્યું હતું. જોકે એલ.સી.બી.ની એક ટીમે અમદાવાદથી છારા ગેંગનાં બે સાગરીતોને સરદારનગરથી ઝડપી પાડ્યા હતાં, જ્યારે અન્ય બે આરોપીઓ દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગેને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application