અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતે શંકાસ્પદ ભંગાર ઝડપી પાડ્યો હતો અને પોલીસે ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં વપરાતા લોખંડની મોટરનો જથ્થો તુલસી ભોજનાલય બાજુની દુકાનમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે 2 ઈસમોની અટકાયત કરી 32 હજાર ઉપરાંતનો ભંગારનો જથ્થો કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા ગતરોજ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન વાલિયા રોડ પર કોસમડી ગામ ખાતે પટેલ પાર્ક સોસાયટી પાસે આવેલા તુલસી ભોજનાલયની બાજુમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો દુકાનમાં હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા દુકાનમાંથી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં વપરાતી લોખડની મોટરો 8 નંગ મળી હતી.
જે અંગે દુકાનદાર દર દિનેશનાથ લાડુનાથ યોગી અને ભિખાનાથ ગણેશનાથ યોગી પાસે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ઈસમ ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે 780 કિલોગ્રામનો મોટરનો જથ્થો કિંમત રૂપિયા 32,760/-નો જથ્થો કબ્જે કર્યો હતો, જયારે બંનેની ધરપકડ કરી આગળની વધુ પૂછપરચ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500