ભરૂચનાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ONGC ગંધારની પાઇપ લાઇનમાં ગેરકાયદે વાલ્વ બેસાડી ઓઇલ ચોરીનું કૌભાંડ વર્ષ-2020માં ડિસેમ્બર મહિનામાં ઝડપાયું હતું. જેમાં SOGની ટીમે ઝડપી પાડેલાં કૌભાંડમાં આરોપીઓ વોન્ટેડ હતાં. તે દરમિયાનમાં ટીમે તે પૈકીના બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. બનાવની વિગત એવી છે કે, ભરૂચ SOGની ટીમે વર્ષ-2020નાં ડિસેમ્બર મહિનામાં વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ONGC ગંધારની પાઇપમાં ગેરકાયદે રીતે વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
જોકે આ પ્રાથમિક તપાસમાં આમોદનાં આછોદ ગામે રહેતો ઇકબાલ નિઝામ પઠાણ તેના સાગરિત ઇમ્તિયાઝ એહમદ દેડકો પટેલે વડોદરાના ભાયલી ખાતે રહેતાં અને ONCGની પાઇપ લાઇનોમાં ભંગાણ પાડી વાલ્વ બેસાડવાના માસ્ટર માઇન્ડ એવા વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલની મદદથી કારસાને અંજામ આપ્યો હોવાની માહિતી સાંપડી હતી. જેથી પોલીસે તેમના વિરૂદ્ધમાં વાગરા પોલીસ મથકે IPC 379, 120બી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 તેમજ પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટની કલમ 15(1) તથા 15 હેઠળ ગુનો નોંધ્યો હતો.
તેમજ ટીમે તેમને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી જોકે, તેઓ પોલીસને બે વર્ષથી ચકમો આપી રહ્યાં હતાં. દરમિયાનમાં SOG પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એક ટીમ પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી પૈકીના ઇકબાલખાન તેમજ વિજય પાલેજ વિસ્તારમાંથી પસાર થવાને જેને પગલે તેમણે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડી કાર્યવાહીએ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500