Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બકરાની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા, એક વોન્ટેડ

  • June 06, 2022 

અંકલેશ્વરનાં ઉમરવાડા માંથી 3 બકરા ચોરીમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યા હતો. જયારે ગત તા.16મી મે નારોજ ઉમરવાડા ગામ ખાતેથી થઇ હતી. ઉમરવાડાના જ 2 ઈસમ અને સુરતના અન્ય એક ઈસમએ ચોરી ને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરી થયેલા 3 બકરા પણ રિકવર કર્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડ પેટ્રોલિંગમાં હતી.



તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે થયેલ 3 બકરાની ચોરીમાં ગામમાં જ રહેતા બે ઈસમોની સંડોવણી છે. જે આધારે પોલીસે ઉકાઈ નહેર પાસે સલીમ ભાઈના બગલીમાં રહેતા મૂળ રાજસ્થાનના હબીબખાં હકીમખાં સમ્માને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં સુરત ખાતે રહેતા મુસા ઉર્ફે સમદ ગુજ્જરનું નામ બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.



જયારે અન્ય ઉમરવાડાના જ અલીખાન હકીમખાં સમ્માની પણ સંડોવણી હોવાની સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી ચોરી થયેલા 3 બકરા પણ રિકવર કર્યા હતા અને વોન્ટેડ આરોપીએ ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application