ભરૂચ જિલ્લા એસ.પી. વિધાનસભાની ચૂંટણીઓમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લાના અને જિલ્લા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા ડ્રાઇવની કામગીરી માટે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને તેમના વિસ્તારમાં માહિતી મળી હતી કે, પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં જમીનની મેટરમાં રાયોટીંગ અને મારા મારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મક્બલ હુશેન ઉર્ફે મુન્ના શેટ્ટી મોહમદ હુસૈન પઠાન તથા અબવાબ મક્કુલ હુશેન ઉર્ફે મુન્ના શેટ્ટી મોહમદ હુસૈન પઠાન (બંને રહે.પાલનપુર) તે બંને પિતા પુત્ર છે.
તેઓ બંને અંક્લેશ્વર શહેર ખાતે આવેલી સુરતી ભાગોળ, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનાં પોલીસ સ્ટાફે મળેલી માહિતીનાં આધારે સ્થળ પરથી બંનેય પિતા-પુત્ર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અંકલેશ્વર પોલીસે બંનેય ઈસમોને CRPC કલમ 41(1) આઇ મુજબ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરી પાલનપુર પુર્વ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application