ભરૂચનાં નવા સરદાર બ્રિજ પાસે લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું મોત નીપજ્યું હતું. જોકે સૌરાષ્ટ્ર તરફથી કર્ણાટક સોડા પાવડર ભરીને જતી ટ્રક ઝાડેશ્વર ચોકડીથી નવા સરદાર બ્રિજ વચ્ચેથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન સવારે 5.30 વાગ્યાનાં અરસામાં એક રાજકોટ પાર્સિંગની લકઝરી બસનો ચાલક ટ્રકને ઓવરટેક કરવા જતાં ટ્રકની પાછળનાં ભાગે અથડાયો હતો. આ સમયે પાછળથી આવતી અન્ય ટ્રકના ચાલકથી પણ કાબુ ન રહેતાં લકઝરી બસની પાછળ ધડાકાભેર અથડાયો હતો.
જયારે આ અકસ્માતમાં લકઝરી બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું અને મૃતક મુસાફરનાં ખિસ્સામાંથી મળેલાં કાર્ડના આધારે મૃતકની ઓળખ રાજકોટના પીપલવા ગામના રહેવાસી મહેશ જમાન પાટોલીયા હોવાનું બહાર આવ્યું હતું. આમ, અકસ્માત બાદ નેશનલ હાઇવે પર વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. તેમજ 3 કીમી સુધી વાહનોની કતાર લાગી જતાં સેંકડો વાહન ચાલકો અટવાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application