દહેજ GIDCમાં આવેલી કેમોક્ષ કંપનીમાં સાંજનાં સમયે સીએફએમએલ ટેન્કમાં ફાયર થયા બાદ બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરતાં 3 કર્મીઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જોકે ત્રણેયને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ઘટનાની જાણ થતાં ડીઆઇએ સહિત બે ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યાં હતાં. જયારે અડધા-પોણો કલાકમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બનાવની વિગત એવી છે કે, દહેજ GIDCમાં આવેલી કેમોક્ષ કંપનીમાં ગતરોજ સાંજનાં 4.30 વાગ્યાનાં અરસામાં કંપનીના CFML ટેન્કમાં કોઇ કારણસ આગ ભભુકી હતી.
તે દરમિયાન આગ પ્રસરતાં FRP સ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં આગ વધુ વિકરાળ બની હતી અને બ્લાસ્ટને કારણે નજીકમાં કામ કરી રહેલાં રાજદિપ, અનિકેત તેમજ દિક્ષિત નામનાં ત્રણ કર્મીઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. કંપની સત્તાધિશોએ ત્રણેયને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ અન્ય એક કંપનીનાં લાશ્કરોએ દોડી આવી અડધો-પોણો કલાકમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મામલાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે કંપનીને મૌખિલ ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application