ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં વાલીયા ચોકડી પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક કારમાંથી ઝડપી પાડી ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, નવા વર્ષને વધાવવા માટે અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે અમુક અયોજકો દ્વારા નવા વર્ષની આગલી રાત્રી એટલે તા.31 ડિસેમ્બરનાં રોજ ડાન્સ પાર્ટીઓના પણ આયોજનો કરતા હોય છે. જેને લઈને રાજ્યમાં બુટલેગરો સક્રિય બનીને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરીને મોટી સંખ્યામાં દારૂ મંગાવતા હોય છે. પરંતુ જેમાં પોલીસ પણ વિલન બનીને કડક કાર્યવાહી કરીને બુટલેગરોનાં મનસૂબાઓ પર પાણી ફેરવી દે છે.
ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ તા.31 ડિસેમ્બરની ઉજવણી માટે લાવેલા વિદેશી દારૂ ભરૂચ LCBએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસની ટીમે માહિતીનાં આધારે સુરતથી અંકલેશ્વર આવવાના સર્વીસ રોડ ઉપર સન પ્લાઝા હોટલ સામે સફેદ કલરની કીયા ફોર વ્હીલ ગાડીમાંથી બ્રાંડેડ કંપનીની નાની મોટી બોટલો નંગ 123 જેની કિંમત રૂપિયા 75,310/- અને 3 નંગ મોબઈલ તેમજ અંગઝડતીનાં રોકડા રૂપિયા 16,420/- અને ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા 11,06,730/-નાં મુદ્દામાલ સાથે સુરેશ મનસુખભાઇ દવે, નિતીન કિશનભાઇ કુરીલ અને વિષ્ણુ ભિલારેને ઝડપી પાડીને ત્રણેય વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500