અંકલેશ્વરનાં મહાવીર ટર્નિંગ પાસે 3 અજાણ્યા બાઈક સવારે કાર ચાલકનો પીછો કરીને તમે અકસ્માત સર્જ્યો હોવાનું જણાવી વાતોમાં ફસાવી કારની અંદર મુકેલા અંદાજીત રૂપિયા 9.11 લાખ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે પોલીસને જન કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં ટ્રાન્સપોર્ટર રાજુભાઇ પટેલ ગતરોજ સાંજે 5:45ના અરસામાં DCB બેંકમાંથી 9 લાખ રૂપિયા ઉપાડી પોતાની કાર લઈને સિલ્વર પ્લાઝા ખાતે આવેલા અંબા હરગોવિંદ આંગણીયા પેઢીમાં ભરવા ગયા હતાં.
પરંતુ આ આંગણીયા પેઢી બંધ હોવાથી તેઓ ત્યાંથી મહાવીર ટર્નિંગ થઇ રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતાં. જોકે આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતનાકા પાસે બે મોટર સાઈકલ લઈને તેમનો પીછો કરીને આવેલા જાણ ભેદુ 3 ઈસમોએ કાર ચાલકને આંતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવીને કાર ઉભી રખાવી કારમાં મકેલી રૂપિયા 9.11 લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે ટ્રાન્સપોર્ટર રાજુ પટેલે પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જેથી પોલીસે ફરીયાદીની ફરિયાદ નોંધી આસપાસ લાગેલા CCTV કેમેરાનાં ફૂટેજ મેળવી બાઈક સવાર અજાણ્યાઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500