Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ ઘરમાંથી ઘરેણાંની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • November 11, 2022 

ભરૂચનાં ચાવજ ગામે આવેલાં રચના બંગ્લોઝ ખાતે રહેતાં રેલવે કર્મી બિહાર તેમના વતને ગયાં હતાં. તે દરમિયાન તેમના સોસાયટીનાં શખ્સે તેમને ચોરીની જાણ કરતાં તેઓ ભરૂચ પરત આવ્યાં હતાં, જ્યાં તેમને માલુમ પડ્યું હતું કે, તેમના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 4.98 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં.

બનાવને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચમાં આવેલાં ચાવજ ગામનાં રચના બંગ્લોઝ ખાતે રહેતાં અને રેલવેમાં સિગ્નલ વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જોનીકુમાર શ્યામનંદન મુળ બિહારનાં બગુસરાયના વતની છે.

તેમનો પરિવાર અસમના જોરાહાટ ખાતે રહેતાં હતાં. તે દરમિયાન છઠ્ઠ પુજા નિમિત્તે તેઓ તેમના વતને ગયાં હતાં. તે અરસામાં તેમની સોસાયટટીમાં રહેતાં એક શખ્સે તેમને ફોન કરી જાણ કરી હતી કે, તમારા ઘરન દરવાજો ખુલ્લો છે. જેથી તેમણે વિડિયોકોલ પર ઘરને ચેક કરવાનું કહેતાં તેમણે ઘરમાં જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો હોવાનું માલુમ પડ્યું હતું.

તેમજ ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 4.98 લાખની ચોરી થયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application