Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાથરૂમમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાઈ

  • November 23, 2022 

અંકલેશ્વરનાં સારંગપુર ગામથી મહિલા બુટલેગરે ઘરનાં પાછળ બનાવેલા બાથરૂમમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર GIDC પોલીસની ટીમ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, આદર્શ નગર ખાતે રહેતા મહિલા બુટલેગર અરુણા વિક્રમસિંહ રાઠવાએ મોટા પાયે ઈંગ્લીશ દારૂ લાવી વેચાણ કરી રહી છે. જે બાતમીનાં આધારે GIDC પોલીસ દ્વારા મહિલા બુટલેગરનાં ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં સર્ચ કર્યા બાદ ઘર પાછળ વાળામાં રહેલા બાથરૂમમાં સર્ચ કરતા અંદરથી ઈંગ્લીશ દારૂની 76 બોટલ મળી આવી હતી. આમ, પોલીસે કુલ 76 બોટલ જેની કિંમત રૂપિયા 7,600/-નો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી મહિલા બુટલેગર અરુણા રાઠવાની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application