Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લૂંટ અને ચોરીનાં ગુનામાં 3 વર્ષથી નાસતો ભાગતો વોન્ટેડ આરોપી દાહોદથી ઝડપાયો

  • June 21, 2022 

અંકલેશ્વર પોલીસ મથકનો છેલ્લા 3 વર્ષથી લૂંટ અને ચોરીનો વોન્ટેડ આરોપી દાહોદથી ઝડપાઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર પોલીસ મથકે ચોરી અને લૂંટ ના બે ગુનામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડએ દાહોદથી ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં વર્ષ-2019માં ચોરી અને લૂંટના ગુનામાં ભારુ માથુર પલાસ છેલ્લા 3 વર્ષથી શહેર પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો અને જે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.


જોકે ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા ના ભાગરૂપે દાહોદ ખાતે પહોંચી હતી જ્યાં પાક્કી બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેર પોલીસના લૂંટ અને ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી દાહોદના આમલી-ખજુરીયા ગામ ગરબાડા ખાતે હોવાની માહિતી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે સર્ચ કરતા ભારુભાઈ મથુરભાઈ પલાસ નાને પેરોલ ફર્લો સ્કોર્ડએ ટીમે આરોપીને ઝડપી પડ્યો હતો અને શહેર પોલીસના હવાલે કરતા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application