Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેપારીનાં મકાનમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ

  • November 25, 2022 

ભરૂચનાં હાસોટ તાલુકાનાં ઇલાવ ગામે રહેતા અને વેપાર કરી જીવન નિર્વાહ કરતા વેપારી લાડુમલ શાહ અને તેઓના પત્ની ગતરોજ રાતનાં સમયે સુતા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમો તેઓનાં મકાનનાં પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વેપારીને માર માર્યો હતો આ બાદ ઘરમાં રહેલ સોનાની ચેન, સોનાની બુટ્ટી તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વેપારીના પુત્ર વિજય શાહ અને મહાવીર શાહ અંકલેશ્વર ખાતે રહેતા હોય તેઓને જાણ કરાતા તેઓ રાત્રિના સમયે અંકલેશ્વરથી ઇલાવ આવી રહ્યા હતા.




તે દરમિયાન માર્ગમાં ઇકો કારમાં કેટલાક લોકોની હિલચાલ જણાઈ આવી હતી આથી તેઓએ હાંસોટ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાંસોટ ખાતે નાકાબંધી કરી અને બાતમી વાળી ઇકો કારને રોકી તેમાં તપાસ કરતા 6 ઈસમો મળી આવ્યા હતા પોલીસે તેઓની તલાસી કરતા તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આમ, પોલીસે 6 ઇસમોને અટકાયત કરી તેઓ અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application