Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં બાઈકની ચોરી કરનારને પોલીસે ગણતરીનાં કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી

  • August 31, 2023 

ભરૂચના ઉદ્યોગ નગર સ્થિત યામાહા કંપનીના શો રૂમના પાર્કિંગમાંથી નવી બાઈકની ચોરીમાં સંડોવાયેલ બે ઇસમોને સી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જોકે ગત તારીખ 3 જુલાઇના રોજથી 28મી ઓગસ્ટ સુધી ડી-માર્ટ પાછળ આવેલ કંપનીના માલિકની જગ્યામાં નવી નક્કોર 20 જેટલી બાઈકો યામાહા કંપનીના શો રૂમ દ્વારા પાર્ક કરવામાં આવી હતી જે બાઈકો પૈકી આર વન ફાઇવ બાઇક 1.65 લાખની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.



ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ચોરી થયેલ યામાહા આર વન ફાઈવ મોટર સાઇકલ સાથે ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભરૂચ સી ડીવીઝન પોલીસ ભરૂચ જીલ્લા પંચાયતની બાજુમાં આવેલ આચારજીની ચાલમાં રહેતો આરીફ અહેમદભાઇ ચૌહાણ અને આકાશ વિનોદભાઇ બારૈયાને ઝડપી પાડી તેઓ પાસેથી બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application