ભરૂચનાં વાલીયા નજીક આવેલાં કરા ગામ નજીકથી પોલીસે ગૌવંશનું વહન કરતી પીકઅપ ટેમ્પોને ઝડપી પાડી હતી. જોકે પોલીસે પીકઅપ માંથી 6 ગાય અને એક વાછરડાને મુકત કરાવી પાંજરા પોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકાનાં કરા ગામ પાસેથી પોલીસે ગૌવંશને કતલનાં ઇરાદે લઈ જતી પીકઅપ ટેમ્પો સાથે બે ઇસમોને ઝડપી પાડી 6 ગાય અને 5 વાછરડાને મુક્ત કરાવ્યા હતા. વાલિયા તાલુકામાં પશુધનનું મોટાપાયે કતલખાની હેરાફેરી થઈ રહી હતી. વાલિયા પોલીસને કતલના ઇરાદે બોલેરો પીકઅપ ટેમ્પોમાં બે ઈસમો ગાય અને વાછરડા ભરી વાલિયા તાલુકાનાં કરા ગામ પાસેથી પસાર થવાના છે.
જે બાતમીનાં આધારે વાલિયા પોલીસે કરા ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પીકઅપ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી ખીંચોખીચ ભરેલ 6 ગાય અને પાંચ ગૌ વંશ મળી આવ્યા હતા.
આમ, પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવ્યા હતા અને પશુ તેમજ પીકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા 2.48 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે પોલીસે ઝંખવાવ ગામનાં મુલતાની ફળિયામાં રહેતો ગાડી ચાલક ફૈઝલ હુસેન મુલતાની તેમજ ઈકરાર ઐયુબ મુલતાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500