ભરૂચ શહેરનાં અયોધ્યાનગર ખાતે રહેતાં લક્ષ્મણ શિવદાસ શાહે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સોસાયટીમાં રહેતી જિજ્ઞાબેન તેમના પતિ તેમજ તેમના સસરા તેમજ અન્ય એક પરિવારના હાર્દિકભાઇ, ભાર્ગવિબેન, સુરેશ ઠાકોર સોલંકી, માણેકબેન સુરેશ સોલંકી રોજ રાત્રે મોડે સુધી તેમના ઘરની બાજુમાં બેઠક કરે છે તેમજ શોર બકોર કરે છે. જેથી તેમને સુવામાં કનડગત થતી હોઇ તેમણે શોર-બકોર કરવાની ના પાડતાં સામે પક્ષે ઉશ્કેરાઇ જઇ તેમના ઘરમાં ઘુસી વિડિયો રેકોર્ડિંગ ચાલુ રાખી તેમની સાથે મારામારી કરી તેમજ મોબાઇલ તોડી નાંખ્યો હતો.
ઘટનામાં જિજ્ઞાશા નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બાળકો અવાર નવાર શેરીમાં રમવા જાય ત્યારે લક્ષ્મણ શાહ તેમને અહિં કેમ રમો છો તમારે અહીં રમવાનું નહીં તેમ કહીં તેમને ત્યાંથી કાઢી મુક્યાં હતાં. તે દરમિયાન તેઓ અને સોસાયટીની તેમની બહેનપણીઓ રાત્રે ચાલવા જતાં તેમને પણ તઓ અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. જેથી તેમની સાથે ઝપાઝપી થતાં તેમની ગળામાંથી ચેઇન ક્યાંક પડી ગઇ હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500