ભરૂચનાં સિતપોણ ગામે પોતાના બાબતે વાતો કરતાં હોવાની શંકાએ એક શખ્સે તેના પિતા સાથે મળી પાડોશમાં રહેતાં યુવક તેમજ તેની માતા-પત્ની સાથે ઝઘડો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવની વિગત એવી છે કે, સિતપોણ ગામે હરીજન વાસમાં રહેતાં અરવિંદ ભીખા સોલંકી તેમજ તેમની પત્તી ચંપાબેન તથા માતા વિણાબેન ઘરે હતાં. તે સમયે બાજુમાં રહેતાં વિપુલ રતિલાલ સોલંકીએ તેમના ઘરે આવી અરવિંદની માતા-પત્નીને અપશબ્દો ઉચ્ચારતો હતો. જેથી અરવિંદે તેમને અપશબ્દો ન બોલવા કહેતાં વિપુલે ઉશ્કેરાઇને તમે લોકો મારી વાતો કેમ કરો છો, તેમ કહેતાં અરવિંદે તેમને જણાવ્યું હતું કે, તેઓ તેમની કોઇ વાત કરતાં નથી.
તેમછતાં તેણે આવેશમાં આવી જઇ ઘરમાંથી બેટ લાવી તેમના પર હુમલો કર્યો હતો દરમિયાનમાં વિપુલનું ઉપરાણું લઇ તેના પિતા રતિલાલ મગન સોલંકી પણ લાકડી લાવી તેમણે પણ હુમલો કરતાં અરવિંદની માતા તેમજ પત્ની છોડાવવા વચ્ચે પડતાં તે બંનેને પણ સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસનાં લોકોએ દોડી આવી તેમને છોડાવતાં પિતા-પુત્રએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application