ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલાં દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતી અસ્મિતા વિકાસ પાટણવાડિયાના પતિ કોલેજ રોડ પર કે.જે.પોલીટેક્નિક કોલેજ પાસે સેવ-ઉસળની લારી ચલાવે છે. તેમની બાજુમાં જ સંતોષ નામનો શખ્સ મન્ચુરિયનની લારી ચલાવે છે છેલ્લાં કેટલાંક સમયથી તેમની વચ્ચે લારી પાસે કચરો કરવા મુદ્દે તકરાર થઇ રહી હતી.
તે દરમિયાનમાં અસ્મિતાના પતિ વિકાસે ત્રણ દિવસ દુકાન બંધ કર્યાં બાદ દુકાને ગોઠવેલાં કેમેરાથી લારી પર ધ્યાન રાખતાં હતાં. જેમાં સંતોષની પત્ની તેમની લારી પાસે કચરો નાંખતી હોવાનું જણાતાં તે બાબતે તે કહેવા જતાં સંતોષ તેમજ તેની પત્ની ઇલા તેમજ અન્ય એક વયસ્ક મહિલાએ વિકાસ અને અસ્મિતા પર હૂમલો કરી મારી માર્યો હતો.
ઘટનાને લઇને ભોલાવ એસટી ડેપો સામે આવેલી નર્મદા સોસાયટીમાં રહેતાં 62 વર્ષીય દેવીબેન રવિ સાલવીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમજ તેમની પુત્રી અને જમાઇ દુકાન પર હતાં. તે સમયે બાજુમાં જ સેવ-ઉસળની લારી ચલાવતાં સોનુ ઉર્ફે વિક્કી તેની પત્ની માહી તેમજ સોનુની માતા ભાવનાએ તેમની લારીએ આવી ઝઘડો કરી અમારી લારી પાસે કેમ કચરો નાખો છો કહીં તેમના પર હૂમલો કર્યો હતો. બનાવ અંગે બન્ને પક્ષે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 6 જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500