Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : બે ચાલકો વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • October 20, 2022 

ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ જતાં રોડ ઉપર નર્મદા હોટલની સામે ટેન્કર ચાલકને અન્ય ચાલકે રૂપિયા બાબતે માર મારતા સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનાં અને હાલ અંકલેશ્વરનાં અમિતકુમાર પટેલના ટેન્કર નંબર GJ/27/TT/6899 ઉપર ચાલક તરીકે નોકરી કરતા મુન્ના ભુપ્રકાશ મહંતો જેઓ પાદરા ખાતે એચ.સી.એલ કેમિકલ ખાલી કરી પરત ઝઘડિયા ખાતે જતો હતો.




તે દરમિયાન આમોદ નજીક તેઓનાં બિહારના ટ્રક ચાલક રજનીશકુમાર રણજીત તિવારી મળ્યો હતો. જેની સાથે તેઓ બંને ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ જતા રોડ ઉપર તેઓના વાહનો પાર્ક કર્યા હતા અને નર્મદા હોટલમાં જમવાનું પાર્સલ લઇ પરત ટેન્કર તરફ ગયા હતા તે સમયે મુન્ના ભુપ્રકાશ મહંતોના કપડામાં મુકેલ રૂપિયા નહી જાણતા તેને રજનીશકુમાર રણજીત તિવારી ઉપર શંકા જતા તેને પુછપરછ કરતા તે ઉશ્કેરાય ગયો હતો અને ઝઘડો કરી મુન્ના મહંતોને માર માર્યો હતો. બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application