Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : એક્ટિવા સ્લીપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત

  • November 15, 2022 

ભરૂચનાં રહાડપોર ગામે રહેતાં શખ્સને ત્યાં હેન્ડવર્કનું કામ કરતો કારીગર એક્ટિવા લઇને જતા સમયે સ્લીપ થઇ ગયો હતો. જોકે ઘટનામાં તેને માથામાં ઇજાઓ પહોંચતાં ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર સમયે મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચનાં રહાડપોર ગામે પાર્ક ખાતે રહેતાં મોફીજુલ અમીરઅલી શેખના ઘરના ઉપરના માળે હેન્ડવર્કનું કામ કરતો અને મુળ કલકત્તાનો અર્જૂનસિહ નામનો યુવાન રહેતો હતો.

જોકે ગતરોજ સાંજનાં પાંચેક વાગ્યાના અરસામાં અર્જૂનસિંહ તેમની એક્ટિવા લઇને કોઇ કામ અર્થે બજારમાં જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન રાત્રીનાં 11 વાગ્યાનાં અરસામાં તેમના ઘરથી સહેજ દુર રોડ પર જોરથી અવાજ થવા સાથે લોકોની બુમાબુમ થતાં તેઓ સ્થળ પર દોડી ગયાં હતાં. તેઓએ જોતાં એક્ટિવા સ્લીપ થઇ જતાં તેને અર્જૂનસિંહને ઇજાઓ થઇ હોવાનું મલુમ પડ્યું હતું. ઘટનામાં તેને માથામાં ઇજાઓ પહોંચતાં ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો. તે દરમિયાન રાત્રીનાં 11 વાગ્યાનાં અરસામાં તેમણે તુરંત 108ની મદદથી તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોફીજુલ શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News