Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • June 20, 2022 

ઝઘડીયા તાલુકાનાં ઉટીયા ગામનો એક ઈસમ દેશી દારૂ લઇ અંકલેશ્વર આવતા ઝડપાઇ ગયો હતો, જયારે જી.આઇ.ડી.સી. પોલીસે રૂપિયા 3600/-નો દારૂ અને ઇકો કાર મળી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથકની ટીમ અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર મીરા નગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ઇકો કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીનાં આધારે લક્ષ્મણ નગર મંગલદીપ સોસાયટી પાસે પોલીસે વોચ ગોઠવી હતી.




તે સમયે બાતમી વાળી ઇકો કાર આવતા પોલીસે કોર્ડન કરી તેને અટકાવી હતી અને કારની તપાસ હાથ ધરતા 3 મીણીયા કોઠારામાં 20-20 લીટરના દેશી દારૂના પાઉચ મળી કુલ 180 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને ઇકો કારનાં ચાલક અલ્પેશ કાંતિ વસાવા (રહે.નવી નગરી, ઉટીયા ઝગડીયા) નાની ધરપકડ કરી દેશી દારૂ ક્યાં થી લાવ્યો અને અંકલેશ્વરમાં કોને આપવા જઈ રહ્યો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application