સુરતનાં લસકાણાથી ત્રણ યુવતિ અને બે યુવાન એક કારમાં આણંદ જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે પર કિયા શોરૂમ પાસેથી પસાર થતાં સમયે કોઇ કારણસર ચાલકે કાબુ ગુમાવી અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જી પેટ્રોલ પંપમાં પ્રવેશવાના નાળા પર કાર ચઢાવી દીધી હતી. જોકે આ અકસ્માતમાં તમામને નાની મોટી ઇજાઓ થઇ હતી. જયારે ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં લસકાણા ગામે રહેતી અને મેકઅપ એકડમી ચલાવતી જીયા ડાહ્યાભાઇ સોસા તેમની સાથે ગરીમાકુમારી સહાની, જૈનવી મકબુલ શેખ તેમજ આશિષ નિતીન સોજીત્રા, હર્ષ રમેશ ધોલરીયા અને ભાવેશ ભુપત વાઘાણી એમ કુલ છ જણા કાર લઇને આણંદ જઇ રહ્યાં હતાં. તે સમયે ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન કિયા શોરૂમની સામેથી પસાર થઇ રહ્યાં હતાં.
ત્યારે કાર ચલાવી રહેલાં ભાવેશ વાઘાણીએ કોઇ કારણસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં તેમની કાર કોઇ વાહન સાથે ભટાઇને રિલાયન્સ પેટ્રોલ પંપમાં પ્રવેશવાનાં નાળા પર ચઢી ગઇ હતી. અકસ્માતમાં કારમાં બેસેલાં તમામને ઇજાઓ થતાં તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જે પૈકી ભાવેશ વાઘાણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500