Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયાનાં બોરજાઈ ગામ પાસે ટ્રેકટરે બાઈક ચાલકને અડફેટે લેતાં ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

  • January 05, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે ટ્રેકટર ચાલકે બાઈક સવારને ટક્કર કરતા તેનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાનાં ગુંડેચા ગામમાં રહેતા મહેન્દ્ર ખાલપા વસાવાનો પુત્ર 23 વર્ષીય અંકિત વસાવા પોતાની બાઈક નંબર GJ/16/DH/5257 લઇ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી ઉપર જવા નીકળ્યો હતો.




તે દરમિયાન બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે પુરપાટ ઝડપે ટ્રેકટર નંબર GJ/16/R/8953નાં ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application