અંકલેશ્વરનાં વાલિયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચથી ધુલિયા ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતી 16 ભેંસોને બચાવી લીધી હતી. આમ, પોલીસે મહારાષ્ટ્રનાં ધુલિયા લઈ જવાતી ઘાસચારા, પાણી વિના ક્રૂરતાપૂર્વક દોરડાંથી બાંધેલી 16 ભેંસો છોડાવી કુલ રૂપિયા 13 લાખ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પાસ પરમીટ વગર લઈ જવાતી ભેંસો બદલ ચાલક અને કલીનર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ રાત્રીનાં સમયે નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ કંટ્રોલ પરથી ગેરકાયદે ભેંસો લઈ જવાતી હોવાનો મેસેજ આવ્યો હતો. જેના આધારે વાલિયા ચોકડી ઉપર વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન આઇસર ટેમ્પો જીજે/16/એવી/7095ને આવતા તેને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તાડપત્રી અને પાટિયા હટાવી ટેમ્પામાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક બાંધેલી ભેંસો મળી આવી હતી.
આમ, પોલીસે ટેમ્પો સહિત ભરૂચ ચાર રસ્તા રહેતા ચાલક મૂનવવર હુસેન પઠાણ અને વલણનાં કલીનર સઇદ સલીમ ડમકીવાલાને પોલીસ મથકે લઈ જવાયા હતા. આ ભેંસો મહારાષ્ટ્રનાં ધુલિયા લઈ જવાતી હતી. ઘાસચારા, પાણી વિના ક્રૂરતાપૂર્વક દોરડાંથી બાંધેલી 16 ભેંસો પોલીસે છોડાવી કુલ રૂપિયા 13 લાખ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પાસ પરમીટ વગર લઈ જવાતી ભેંસો બદલ ચાલક અને કલીનર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાયો હતો. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500