દહેજનાં વડદલા ગામમાં ભાડાનાં મકાનમાં ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરનાર તબીબને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી મેડિકલ દવાઓ અને સાધનો મળી કુલ 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં વાગરા તાલુકામાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેજનાં વડદલા ગામમાં ભાડાના મકાનમાં પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા અને પોલીસે મેડીકલ પ્રેક્ટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળના અને વડદલા ગામમાં ભાડાના મકાનમાં રહેતા પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન બિશ્વાસ પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. તેમજ મેડિકલ દવાઓ અને સાધનો મળી કુલ 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application