Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંચમાં માળેથી નીચે પટકાતા કામદાર યુવકનું મોત

  • June 15, 2022 

ઝઘડિયા ખાતેની જી.આઇ.ડી.સી.માં એક કંપનીમાં કામ કરતા એક કામદારનું પાંચમાં માળ પરથી નીચે પડી જતા મોત નીપજ્યુ હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ, ઝઘડિયા જી.આઇ.ડી.સી.માં આવેલ અનુપમ રસાયણ નામની કંપનીમાં વાલિયા તાલુકાના ડહેલીનો અનિલભાઇ તલીયાભાઇ વસાવા (ઉ.વ.26) જેઓ કામ કરતા હતા.



તે દરમિયાન તે પાંચમાં માળ પરથી નીચે પડ્યો હતો. જોકે પાંચમાં માળ પરથી નીચે પડેલ અનિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે એક ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે અનિલને મરણ પામેલ જાહેર કર્યો હતો.



જયારે ઘટના બાબતે રૂપજીભાઇ નારસીંગભાઇ વસાવા (રહે.ડહેલી ગામ, તા.વાલિયા) નાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આ યુવક કોઇ અગમ્ય કારણોસર નીચે પડી ગયો હોવાનું જણાવાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application