ઝઘડિયા તાલુકાનાં કપલસાડી નજીક એક હાઇડ્રા ક્રેન રેલવે ગરનાળાની દિવાલ સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતું. બનાવની વિગત એવી છે કે, ઝઘડિયાનાં તલોદરા ગામે રહેતા જીતેન્દ્ર પટેલ ઝઘડિયા GIDCમાં એન્જિનિયરિંગ કંપની ચલાવે છે. જોકે તેઓ ગત તા.18નાં રોજ સાંજના સાતેક વાગ્યાનાં અરસામાં જીતેન્દ્રભાઇ તેમના માણસને બે હાઇડ્રા ક્રેન ઝઘડિયા નજીકની બોરોસીલ કંપનીમાં કામ માટે મોકલવાનું કહીને જરૂરી કામ માટે અંકલેશ્વર ગયા હતા.
ત્યારબાદ આઠેક વાગે તેમને ખબર મળી હતી કે તેમના હાઇડ્રા ક્રેનનો અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ્થળ ઉપર જઇને જોતા હાઇડ્રા ક્રેન બોરોસીલ કંપની સામે આવેલ રેલવે ગરનાળાની પહેલા ભીંત સાથે અથડાયેલ હાલતમાં જણાયુ હતુ અને હાઇડ્રા ક્રેનનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતુ. આ અકસ્માતમાં હાઇડ્રા ક્રેનના ચાલક 35 વર્ષીય ઉપેન્દ્રકુમાર લાલમોહન યાદવનું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application