ભરૂચ શહેરમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતા એક બુટલેગરનાં ઘરે એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી રૂપિયા 64 હજારની મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચનાં અંબિકા નગર ખાતે રહેતો જિજ્ઞેશ ઉર્ફે સચીન સુરેશ છત્રીવાલા નામનો શખ્સ દારૂનો વેપલો કરતો હોવાની બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી.
જે બાતમીનાં આધારે પોલીસે ઘરે રેડ કરી હતી જેમાં પોલીસે તેના ઘરમાં તપાસ કરતાં બુટલેગર જિજ્ઞેશ ઉર્ફ સચીને તેના બેડરૂમમાં પેટી પલંગમાં દારૂનો જથ્થો સંતાડેલો હોવાનું જણાયું હતું. આમ, પોલીસે દારૂનો જથ્થો બહાર કાઢી જોતામાં તેમાં વિવિધ મોંઘી બ્રાન્ડની દારૂની નાની મોટી કુલ 46 નંગ બટલ તેમજ બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. જોકે આ પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, છેલ્લાં 20-25 દિવસમાં તે ત્રણ વાર મહારાષ્ટ્ર ફરવા ગયો હતો. જ્યાંથી તેણે અલગ-અલગ વાઇન શોપમાંથી વિદેશી દારૂ ખરીદી ભરૂચ વેચાણ કરવાના ઇરાદે લાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application