Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર નાળા નીચે ઉતરી જતાં પાણીમાં તણાઈ : કારનું રેસ્કયું કરી 5 લોકોને બચાવાયા

  • July 13, 2022 

ભરૂચનાં વાગરા તરફથી વસ્તી ખંડાલી જતા માર્ગ પર પાણી ભરાવાના કારણે એક કાર નાળા નીચે ઉતરી જતાં પાણીમાં તણાઈ હતી. ઘટન અંગે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કારનું રેસ્કયું કરી 5 લોકોનાં જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. બનાવની વિગત એવી છે કે, વાગરા તાલુકા સહિત રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેથી અમુક જગ્યાએ જળ ભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે.




જોકે ભારે વરસાદનાં કારણે વાગરાથી વસ્તી ખંડાલી ગામ તરફના માર્ગ પર આવેલ નાળું પાણીમાં ડૂબી જતાં ત્યાંથી પસાર થતી એક કાર પાણીનાં પ્રવાહમાં તણાઈ હતી. ઘટના અંગે વાગરા પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં સવાર 5 લોકોને બચાવ્યા હતા. જયારે કારમાં 5 લોકો સવાર હતા જેમાં એક મહિલા, બે પુરૂષ સહિત બે નાના બાળકો પણ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application