Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી, પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ

  • October 30, 2022 

ભરૂચનાં નંદેલાવ ઓવર બ્રિજ પાસે આવેલી મઢૂલી હોટલ નજીક આઇસર ટેમ્પોમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે ગતરોજ રાત્રે મઢૂલી હોટલ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તેમજ આઇસર ટેમ્પો ભડકે બળવા લાગતા વાહન ચાલકો અને આસપાસનાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જયારે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને દૂર-દૂર સુધી આગનાં ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. આમ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જયારે ટેમ્પામાં લાગેલી આગનું કારણ જાની શકાયું નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application