Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ઘરમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

  • August 03, 2022 

ભોલાવ ગામે આવેલાં સંકેત બંગ્લોઝમાં આવેલાં મકાન નંબર-1માં ભાડેથી રહેતો તેજસ હરસુખલાલ તન્ના તેના ઘરમાં મિત્રોને બોલાવી જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી ભરૂચ સી ડિવિઝન પોલીસને મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી. જોકે પોલીસ ટીમે ઘરને ચારેય તરફથી ઘેરી લીધા બાદ ઘરમાં પ્રવેશ કરી મકાનમાં ભાડેથી રહેતાં તેજસ સહિત 7 જુગારિયાઓની ધરપકડ કરી હતી.




આમ પોલીસે અન્ય જુગારિયાઓની પુછપરછ કરતાં તેમના નામ વ્રજલા જમનાદાસ તન્ના, સુશીલસિંગ રાજ બહાદુર ભવનસિંગ, પ્રમોદ રામસ્વરૂપ સિંગ, પ્રવિણ રાજેન્દ્ર પાટીલ, કિશોર રાજા પારગી તેમજ વિકાસસિંગ મધુરાપ્રસાદ સિંગ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગારિયાઓ પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ 30 હજાર રૂપિયા રોકડા તેમજ 6 નંગ મોબાઇલ મળી કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application