ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં એક ગામમાં રહેતી એક 16 વર્ષીય સગીરા પર બનેવીએ બળાત્કાર ગુજારતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ધોરણ-12 અભ્યાસ કરે છે જે ગત તારીખ-8મી જુલાઈના રોજ નેત્રંગ તાલુકામાં રહેતો તેણીનો બનેવી તેને શાળાએ મુકવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગની વચ્ચે અવાવરૂ જગ્યાએ બનેવીની સગીર સાળી ઉપર દાનત બગડતા તેણે માર્ગની બાજુમાં ગાડી ઉભી કરી સગીરાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા અને બળજબરીપૂર્વક તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
જોકે આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાની હાલત લથડતા તેણીની માતાએ તેને સારવાર માટે ખસેડી હતી. જ્યાંથી તેણીને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ માતાને બનેવીના કરતુત અંગે જણાવતા માતા ચોકી ઉઠી હતી. સગીરાની માતાએ દુષ્કર્મ અંગે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આમ, પોલીસે 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application