જંબુસર તાલુકામાં આવેલા નાડા ગામે એક મહિલા ઘરે એકલી હતી. તે સમયે ગામનાં સરપંચે તેમના ઘરમાં ઘુસી તેની સાથે બળજબરી કરવાની કોશિષ કરી હતી. તે દરમિયાન સરપંચના બે ભાઇઓએ પણ આવી જબરજસ્તી કરી હતી. તે અરસામાં મહિલાનાં પતિ આવી જતાં તેમણે દંપતિને મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં.
બનાવ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસરનાં નાડા ગામે સુંદરનગરી ખાતે રહેતી કુસુમના પતિ કામ અર્થે બહાર ગયાં હોઇ તે ઘરે એકલી હતી. તે સમયે ગામનાં સરપંચ જીતસંગ ગોરધન દેસાઇ તેમના ઘરમાં આવી ગયાં હતાં. તદ્દઉપરાંત દરવાજો બંધ કરી તેમની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સરપંચ જીતસંગના બે ભાઇઓ સરજુગ તેમજ વિજય પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં.
જોકે ત્રણ એક સંપ થઇ તને ગામમાં રહવા દેવી નથી તેમ કહીં તેને માર માર્યો હતો. અરસામાં મહિલાનાં પતિ તેમજ ગામના કાકા તરૂણ પંડ્યા ત્યાં આવી જતાં તેઓ છોડાવવા પડતાં તેમણે મહિલાના પતિ મહેશ ગોહિલને પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બુમરાણ થતાં આસપાસનાં લોકો એકત્ર થતાં સરપંચ અને તેમના બંને ભાઇઓ તેમને જાનથી મારવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500