Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારનો કાચ તોડી લેપટોપની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • July 05, 2022 

અંકલેશ્વર જલધારા ચોકડી પર આવેલ મૌર્ય રેસિડેન્સી ખાતે રહેતા સ્વપ્નીલભાઈ વાઘ ગતરોજ બપોરે ઘરેથી નીકળી કંપનીના કામ અર્થે બેન્કમાં ગયા હતા, જ્યાં કામ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા અને જીઆઇડીસી જીઆઇએલ ચોકડી પર આવેલ શાક માર્કેટ પાસે ગાડી પાર્ક કરી નજીક માંથી ફ્રૂટ ખરીદી તેવો સામે માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા ગયા હતા.




તે દરમિયાન કારના પાછળના દરવાજા બાજુમાં આવેલ ક્વાર્ટર કાચ તોડી અંદર પાછળ સીટ પર રહેલ લેધર બેગ ચોરી કરી અજાણ્યા ઈસમ ફરાર થઇ ગયા હતા. જોકે તે એક ટાયરનું પંક્ચર પણ કરી દીધું હતું અને જે બેગમા એચ.પી કંપની લેપટોપ તેમજ કંપનીનાં અગત્યનાં દસ્તાવેજો અને સિક્યુરિટી ચેક હતા જે બેગ સાથે ચોરી થઇ જવા પામ્યા હતા.




જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આજુબાજુ તપાસ કરતા નજીકના CCTVમાં ઘટના કેદ થઇ જવા પામી હતી. જેમાં એક યુવક કાર પાસે પહેલા ઉભો રહી નીકળ્યો હતો અને થોડી વાર બાદ પુનઃ કાર પાસે આવી બેગ સેરવી નીકળી જતા કેદ થયો હતો. જેનાં આધારે પોલીસે CCTV ફૂટેજનાં સ્કેચ તૈયાર કરી લેપટોપ બેગ અને અગત્યના દસ્તાવેજો ચોરી કરનાર અજાણ્યા ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application